Friday, 12 August 2016

MEASUREMENT AND SYSTEM OF UNIT (GUJARATI)


1.   એકમ (Unit): કોઈ  પણ રાશીના પ્રમાણિત માપને તે ભૌતિક રાશીનો એકમ કહે છે.



2.   મૂળભૂત ભૌતિક રાશીઓ (Fundamental quantities) અને મૂળભૂત એકમો (Fundamental units) :  વ્યવહારમાં મળતી અનેક ભૌતિક રાશીઓ પૈકી અમુક ઓછામાં ઓછી સંખ્યાની ભૌતિક રાશિઓના એકમો નક્કી કરવાથી બાકીની બધીજ ભૌતિક રાશિઓના એકમો નક્કી કરી શકાય છે, તો આ ભૌતિક રાશિઓને મૂળભૂત ભૌતિક રાશીઓ કહે છે. તેમના એકમોને મૂળભૂત એકમો કહે છે.  ઉદા.  દળ, લંબાઈ, સમય.....



3.   સાધિત ભૌતિક રાશીઓ (Derived quantities) તથા સાધિત એકમો (Derived units) : મૂળભૂત ભૌતિક રાશીઓ પરથી મેળવેલ બાકીની ભૌતિક રાશિઓને સાધિત ભૌતિક રાશીઓ કહે છે. તેમના એકમોને સાધિત એકમો કહે છે.               ઉદા. વેગ, પ્રવેગ, બળ, કાર્ય, વેગમાન....



4.   જુદી જુદી એકમ પધ્ધતિઓ (Classification of unit system) :

        (1) બ્રિટીશ પધ્ધતિ (FPS પધ્ધતિ) → ફૂટ – પાઉન્ડ – સેકન્ડ પધ્ધતિ.

         (2) CGS પધ્ધતિ → સેન્ટીમીટર – ગ્રામ – સેકન્ડ પધ્ધતિ.

       (3) MKS પધ્ધતિ → મીટર – કિલોગ્રામ – સેકન્ડ પધ્ધતિ.

        (4) MKSA પધ્ધતિ મીટર – કિલોગ્રામ – સેકન્ડએમ્પિયર પધ્ધતિ.

        (5) SI પધ્ધતિ → સિસ્ટમ ઓફ ઇન્ટરનેશનલ (સાત મૂળભૂત એકમો)



SI પધ્ધતિ – SI એકમો તથા સંજ્ઞા :

  

મૂળભૂત ભૌતિકરાશી
એકમ
સંજ્ઞા
લંબાઈ
મીટર
M
દળ
કિલોગ્રામ
Kg
સમય
સેકન્ડ
S
વિધુત પ્રવાહ
એમ્પિયર
A
થર્મોડાયનેમિક તાપમાન
કેલ્વિન
K
જ્યોતિ તીવ્રતા
કેન્ડેલા
Cd
દ્રવ્યનો જથ્થો
મોલ
mol


1.   પુરક ભૌતિકરાશી તથા પુરક એકમો (Supplementary quantity and Supplementary units) :

 (a) સમતલ કોણ (Plane angle ):  વર્તુળના ચાપ અને ત્રિજ્યાના ગુણોત્તરને સમતલ કોણ કહે છે.


                SI એકમ :  રેડિયન
       સંજ્ઞા : rad

             (b) ઘન કોણ (Solid angle): ગોળાના પૃષ્ઠ પરના ક્ષેત્રફળ  એ ગોળાના કેન્દ્ર સાથે આંતરેલ કોણને ઘન કોણ કહે છે


SI એકમ: - સ્ટીરેડીયન

સંજ્ઞા :- sr

(When  = 1m2, r = 1m then Ω = 1 steradian)



2.   SI એકમ પધ્ધતિના ઉપયોગ માટેના વ્યવહારિક નિયમો :-

(1) દરેક ભૌતિકરાશીનો એકમ તેના સંકેત મુજબ જ દર્શાવવો જોઈએ.

ઉદા. મીટર માટે સંજ્ઞા m લખાય  (M ન લખાય)

(2) એકમના સંકેતાક્ષરોની વચ્ચે કે અંતે પૂર્ણ વિરામ મુકવુ નહિ.

ઉદા. →કિલોગ્રામ માટે kg લખાય (k.g કે kg. ન લખાય)

(3) જયારે બહુ વચનમાં એકમનો ઉપયોગ કરવામાં આવે ત્યારે સંજ્ઞામાં ફેરફાર થવો જોઈએ નહિ

ઉદા. → અનેક મીટર માટે પણ m જ લખાય.

(4) અંશ અને છેદમાં રહેલી ભૌતિકરાશિઓને એક જ ગુણોત્તર વડે દર્શાવવી જોઈએ.

ઉદા. → પ્રવેગનો SI એકમ  અથવા m  લખાય  (m/s/s ન લખવો)

(5) જો કોઈ એકમ વિજ્ઞાનીના નામે હોય અને એકમ આખો લખવો હોય તો પ્રથમ અક્ષર કેપિટલ લખવો નહિ પરંતુ એકમ                                 

        સંકેત રૂપે લખવો હોય તો પ્રથમ અક્ષર કેપિટલ જ લખવો.

ઉદા. → બળનો આખો એકમ લખવો હોય તો newton લખવુ, સંજ્ઞા લખવી હોય તો N લખવી.

       દબાણના એકમને pascal લખાય, સંજ્ઞા માં Pa લખાય.

1.   લંબાઈનું માપન (Measurement of length) (There are broadly two methods for measurement of length)

        I.           પ્રત્યક્ષ પધ્ધતિ (Direct methods)

·        લંબાઈના માપાનમાં  મીટર (1 મિલીમીટર) થી  મીટર ક્રમના માપન માટે માપ પટ્ટી (ઉ.દા.મીટર પટ્ટી)નો ઉપયોગ થાય.

·        m ના ક્રમનું માપન કરવા વર્નીયર કેલીપર્સનો ઉપયોગ થાય.

·        m ના ક્રમનું માપન કરવા માટે સ્ક્રુગેજ અને સ્ફેરોમીટરનો ઉપયોગ થાય.

·        આ પધ્ધતિમાં 102 m થી 10−5 m સુધી લંબાઈ માટેના સાધનો પ્રત્યક્ષ માપન કરે છે.

      II.          પરોક્ષ પધ્ધતિ  (Indirect methods)

·        ખુબ મોટા અંતરો તથા અવકાશીય અંતરોના માપન માટે અમુક પરોક્ષ રીતોનો ઉપયોગ થાય છે જે નીચે દર્શાવેલ છે.

8.   મોટા અંતરના માપન માટે દ્રષ્ટીસ્થાન ભેદની રીત : (Measurement of large distance : Parallax angle)

·       

 પૃથ્વી ના કોઈ એક સ્થળેથી ગ્રહનું અંતર શોધવું.                                          
9.   ગ્રહ કે તારાના પરીમાણનું માપન : (Measurement of the size of a planet or a star.)


જો ગ્રહનો વ્યાસ d હોય અને આ વ્યાસ વડે પૃથ્વી પર અંતરાતો કોણ
   ને ગણ નો “કોણીય વ્યાસ” કહે છે.

                             



       Linear diameter = distance ×angular diameter





 

No comments:

Post a Comment